મહિલા સશકિતકરણ કાર્યક્રમ (31-3-24)
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા આયોજિત અને એપિક ફાઉન્ડેશન (અમદાવાદ) ના સહયોગ થી કુંભારવાડા ખાતે મહિલા સશકિતકરણ કાર્યક્રમમાં 181 અભિયમ મહિલા હેલ્પલાઈન તરફથી રક્ષાબેન ચૌહાણ મહિલા કોન્સ્ટેબલ ઉપાસનાબા એ મહિલાઓને સુરક્ષા અને સલામતિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ એપિક ફાઉન્ડેશન તરફથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કપડાં ધોવાનો પાવડર, વાસણ સાફ કરવાનું લીકવીડ, ફિનાઇલ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા એપિક ફાઉન્ડેશનના અઘ્યક્ષ મિલનભાઈ વાઘેલા નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનના અઘ્યક્ષ શશીભાઈ સરવૈયા ટ્રસ્ટી રોહિતભાઈ કણબી તેમજ કાર્યક્રમ સંચાલક પ્રકાશભાઈ ચાંપાનેરી સહીત કાર્યકરોએ સેવા આપી હતી