નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા 14-સપ્ટેમ્બર 2025 ના રોજ સંસ્થાના નવમી વર્ષ ગાંઠ નિમિતે સંસ્થા દ્વારા ( લેપ્રસી હોસ્પિટલ- ભાવનગર )ખાતે રક્તપિત્ત થી પીડાતા દર્દીઓને સૂકા નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર થતા કિરણભાઈ ચૌહાણ અને મિલનભાઈ મકવાણા તેમજ રાહુલભાઈ કટુડીયા સહીતના કાર્યકરો જોડાયા હતા. સંસ્થાના સહયોગી તમામ સભ્યો, તમામ હોદ્દેદારો, તમામ શુંભ ચિંતકો તેમજ તમામ દાતાશ્રીઓનો સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને તન, મન ધન થી સહયોગ આપવા બદલ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રોજ શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ,શહિદ રાજ્યગુરુ ના શહાદત ના દિવસે ભાવનગર ખાતે શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને સંસ્થા દ્વારા ફુલહાર પહેરાવી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સંસ્થાના કાર્યકર અશ્વિનભાઇ વરિયા, સંજયભાઈ રાઠોડ, કિરણભાઈ ચૌહાણ ,પરેશભાઈ મેર મહેન્દ્રભાઈ ખીમસુરીયા,દીપકભાઈ સરવૈયા સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. ભારત માતા ના વીર ક્રાંતિકારી શહીદો ને સત સત નમન.....
૧૮- ૫- ૨૦૨૫ વિતરણ સ્થળ - નં ૧ - (સંસ્થા ના કાર્યાલય) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા આજ રોજ કુંભારવાડા ,ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા મળી રહે તેવા હેતુથી સંસ્થા દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર રોહિતભાઈ કણબી તથા સંજયભાઈ રાઠોડ, ૠષિભાઈ સરવૈયા અને નિલેશભાઈ ચૌહાણ, અલ્પેશભાઈ ખૈર જયેન્દ્રસિંહ જાડેજા , ભાવિકભાઈ ખીમસુરીયા, બચુભાઈ ભડિયાદ્રા, રાહુલભાઈ તેમજ મિલનભાઇ મકવાણા અને રાહુલ કટુડીયા તેમજ નિલેશભાઈ રાઠોડ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી તે બદલ તમામ કાર્યકરોનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે ...
Comments
Post a Comment