તળાજા તાલુકાના પ્રમૂખ દ્વારા રાષ્ટ્રિય ચિન્હનું અપમાન જોતા ધારદાર રજૂઆત

*નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનના તળાજા તાલુકાના પ્રમુખ શ્રી રામ કૃષ્ણ વાશિયા* દ્વારા એક સફર દરમિયાન જૂનાગઢ જિલ્લાના ધોરાજી (એસ. ટી ડેપો) માં ભારતના નકશામાં અશોક ચક્ર નું પેન્ટિંગ દોરવામાં આવ્યું હતું તેમાં *ચોવીસ આરા ની જગ્યા એ માત્ર પંદર આરા* દોરવામાં આવ્યા હતા તે ધ્યાને આવતા આપણી સંસ્થાના *વિરલા યુવા આગેવાન તળાજા તાલુકાના પ્રમુખ રામ કૃષ્ણ વાંશિયા* એ જોઈ રાષ્ટ્રીય ચિન્હનું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તેવું નક્કી કરી લીધું....
અને દઢ નિશ્ચય કર્યો. અને ધોરાજી ડેપો મા પોતે એકલા પહોંચ્યા....

         આજ રોજ તારીખ ૧૪-૦૧-૨૦૨૪ અને રવિવારના રોજ નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર તળાજા તાલુકા પ્રમુખ રામકૃષ્ણ એસ વાશિયા દ્વારા જુનાગઢ જિલ્લાના ધોરાજી એસ.ટી ડેપોની અંદર ભારત દેશની આન-બાન અને શાન એવા ભારતના નકશાના દૃશ્યની અંદર અશોક ચક્ર હોય અને તેની અંદર માત્ર ૧૫ જ આરા હોય તો તેની લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી અને રજૂઆત સાંભળીને એસ.ટી ડેપોના ઈનચાર્જ ઓફિસર જાડેજા સર એ તાત્કાલિક પેઇન્ટર ને બોલાવી અને અશોક ચક્ર અંદર ૨૪ આરા દોરાવ્યા હતા.

એક જાગૃત નાગરિક અને યુવા આગેવાન તરીકે ની ફરજ અદા કરી.

       તે બદલ

        *નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનના સ્થાપક & પ્રમુખ શશીભાઈ સરવૈયા અને સમગ્ર સંસ્થાના તમામ કમિટી મેમ્બર અને સંસ્થાના તમામ સભ્યો તરફ઼થી અભિનદન........*

Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું