બલિદાન દિવસ નિમિત્તે શહીદ સ્મારક ખાતે કાર્યક્રમ
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ 23- માર્ચ બલિદાન દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ,શહિદ રાજ્યગુરુ ના શહાદતના દિવસે ભાવનગરના હાલુરીયા ચોક શહીદ સ્મારક ખાતે સંસ્થા દ્વારા ફુલહાર પહેરાવી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સંસ્થાના કાર્યકર અશ્વિનભાઇ વરિયા, સંજયભાઈ રાઠોડ, કિરણભાઈ ચૌહાણ ,પરેશભાઈ મેર મહેન્દ્રભાઈ ખીમસુરીયા,દીપકભાઈ સરવૈયા સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. ભારત માતા ના વીર ક્રાંતિકારી શહીદો ને સત સત નમન... જય હિન્દ