( 6-1-2022) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન મહુવા તાલુકા દ્વારા માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સબંધિત માહિતી સેમિનાર યોજાયો હતો ( 6-1-2022)

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન મહુવાના પ્રમુખ અને માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળના પ્રતિનિધિ દ્વારા સ્પાર્કલ એજ્યુકેશન દ્વારા માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળનો સેમીનાર યોજાયો.


પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા સ્પાર્કલ એજ્યુકેશના સંચાલક ચોટીયા સાજણભાઈ દ્વારા  આયોજિત માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળનો સેમીનાર યોજાયો હતો જેમાં માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ વડોદરાના પ્રમુખશ્રી વિજયસિંહ બારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ સંબંધિત સંપુર્ણ માહિતી પુરી પાડવામાં આવી હતી જેમાં ગ્રાહકોને જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભેળસેળ, પેટ્રોલમાં ભેળસેળ, બનાવટી અને સબ સ્ટાન્ડર્ડ દવાઓ, ડુપ્લીકેટ હલકી કક્ષાની ચીજ વસ્તુઓના વેચાણ વિરુદ્ધ, તોલમાપમાં છેતરપિંડી, રાંધણ ગેસ સિલિન્ડરમાં અપુરતા ઓછા જથ્થા બાબતે, સંગ્રહાખોરી અને અનફેર ટ્રેડ ગ્રેકટીસ વિગેરે બાબતે સ્પાર્કલ એજ્યુકેશના વિધાર્થીઓને ગ્રાહક જાગૃતિ વિશે સંપુર્ણ માહિતી માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળના પ્રતિનિધિ રમેશ જીંજુવાડીયા મોટા ખુંટવડા વાળા દ્રારા આપવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું