Posts

Showing posts from January, 2023

પ્રજાસતાક દિવસ નિમીતે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

Image
                          (24-01-2023)  નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન દ્વારા તા:- 24-1-23 ના રોજ  તળાજા તાલુકાના તલ્લી ગામની પ્રા.શાળા ખાતે 26 મી જાન્યુઆરી ના વિષય પર નિબંધ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શાળા ના તેજસ્વી વિદ્યાર્થી ઓ ઍ સહજતાથી પોતાના વિચારો  વ્યક્ત કર્યા હતા જેમા 45 વિદ્યાર્થીઓઍ  ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.આ સ્પર્ધા નુ સંપૂર્ણ આયોજન સંસ્થાના તળાજા તાલુકાનાં  પ્રમુખ રામ કૃષ્ણ વાંસીયા ઍ કર્યુ હતુ જેમા શાળા આચાર્ય શ્રી કાળુભાઈ જે શિયાળ  સહયોગ મળ્યો હતો

નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન દ્વારા લોક સેવાના અર્થે દવાખાનુ (નવ યુગ ક્લિનીક) ની મા મળતી સુવિધાઓ...

Image

વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

Image
                             (08-01-2023)           નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત તથા નવ યુગ કલીનીક ના સહયોગ થી તા :- 8-1- ને રવિવાર ના રોજ સવારે 10 થી 1 કલાકે  ફુલસર મુકામે  વિનામૂલ્યે મેડીકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ.આ કેમ્પમા પ્રાથમિક આરોગ્ય તપાસ  અને જરૂરિયાત મુજબ દવાઓ નિ:શુલ્ક આપવામા આવી હતી.આ કેમ્પમાં  ડો. પિયુષ ભાલિયા અને ડૉ. વિજય ગૉહીલ તથા ડૉ.વી.આર.ગોહીલ અને ડૉ.ચિરાગ પંચાળા તેમજ ડૉ.સુલ્તાન ચુડેસરા સેવાઆપી હતી       આ કેમ્પમા સંસ્થાના ઉપપ્રમુખ રાકેશભાઈ રાઠોડ,ટૃસ્ટી અશ્વિનભાઇ વરીયા,સંજયભાઈ રાઠોડ,રોહિત ભાઈ કણબી અને પ્રદીપભાઈ ગાળિયા  તથા રામકૃષ્ણ  વાંશિયા , નિલેષભાઈ ચૌહાણ તેમજ  સ્થાનિક આગેવાન ચેતનભાઈ મકવાણા સહિત ના સભ્યોએ સેવા બજાવી હતી

શુભ શુભારંભ. -08-01-2023 Sunday morning

Image
                  Nav Yug Clinic                 નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન દ્વારા લોક સેવાના અર્થે રાહતદર નુ દવાખાનુ  (નવ યુગ ક્લિનીક ) ની શરૂઆત કરવામા આવી છે . તા- 8-1-2023 રવિવાર ઉદ્દઘાટન કર્તાઓ:-  ડૉ.પિયુષ ભાલિયા  ડૉ. વિજય ગોહિલ અધ્યક્ષ:- શશીભાઈ સરવૈયા