નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા જાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે રેડિયમ સ્ટીકર સેવા કેમ્પ
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન (ભાવનગર) દ્વારા સતત આંઠમાં વર્ષે ભાવનગર નારી ચોકડી મુકામે ભાવનગર થી પગપાળા ચોટીલા જતા તમામ જાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટે વિનામુલ્યે રેડિયમ સ્ટીકર લગાવવાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેડિયમ સ્ટીકર લગાવવાથી રાત્રિ દરમિયાન રસ્તા પર થતા અકસ્માત અમૂક અંશે ટાળી શકાય તેમ છે આ કેમ્પ દરમિયાન ભાવનગરના મેયરશ્રી ભરતભાઈ બારડ પણ પગપાળા જઈ રહ્યા હતા તેમને પણ રેડિયમ સ્ટીકર લગાવ્યા હતા.આ સંસ્થાના સેવા કેમ્પના સંચાલક રોહિતભાઈ કણબી, કલ્પેશભાઈ ડાંગર, અરુણભાઈ સોલંકી , બીપીનભાઇ સહિતના કાર્યકારોએ સેવા આપી હતી .
Comments
Post a Comment