Posts

વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ( 27-8-23)

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા આયોજિત અને યુગ પોલી ક્લિનિક ના સહયોગ થી તા -27 ઓગસ્ટ ને રવિવાર ના રોજ સવારે ફુલસર મુકામે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં ડૉ. રોહિત ચાવડા, ડૉ. મિત્તલ મકવાણા અને ડૉ.. જેમીન ભટ્ટ સાહેબે સેવા આપી હતી. તથા આ કેમ્પ નું સંપૂર્ણ આયોજન  સંસ્થાના ટ્રસ્ટી રોહિતભાઇ કણબી કર્યું હતું. જેમાં કિશન પરમાર, રાજેશ પરમાર અને ચિરાગ સોલંકી એ જહેમત ઉઠાવીહતી.

વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

Image
(07-05-2023)  નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજીત અને નવ યુગ ક્લિનિક ના સહયોગ થી તા 7-5-23ને રવિવાર ના રોજ ફુલસર મુકામે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો જેમાં સંસ્થા ના ટ્રસ્ટી સંજયભાઈ રાઠોડ અને રોહિતભાઈ કણબી સહિત ના સભ્યો એ સેવા આપી હતી

બલિદાન દિવસ નિમિત્તે શહિદ-એ - આઝમ ને શ્રદ્ધાંજલિ

Image
                             (23-03-2023)  બલિદાન દિવસ નિમિત્તે શહિદ-એ - આઝમ ને શ્રદ્ધાંજલિ  નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા 23- માર્ચ બલિદાન દિવસ નિમિત્તે શહિદ - એ - આઝમ ભગતસિંહ, શહિદ સુખદેવ,શહિદ રાજગુરુ ને કુંભારવાડા સંસ્થાના કાર્યાલય  ખાતે સંસ્થા ના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.      ભારતમાતાના વીર સપૂતો  શત શત નમન....

વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ આયોજન કરાયુ

Image
(12-02-2023) 

પ્રજાસતાક દિવસ નિમીતે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

Image
                          (24-01-2023)  નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન દ્વારા તા:- 24-1-23 ના રોજ  તળાજા તાલુકાના તલ્લી ગામની પ્રા.શાળા ખાતે 26 મી જાન્યુઆરી ના વિષય પર નિબંધ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શાળા ના તેજસ્વી વિદ્યાર્થી ઓ ઍ સહજતાથી પોતાના વિચારો  વ્યક્ત કર્યા હતા જેમા 45 વિદ્યાર્થીઓઍ  ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.આ સ્પર્ધા નુ સંપૂર્ણ આયોજન સંસ્થાના તળાજા તાલુકાનાં  પ્રમુખ રામ કૃષ્ણ વાંસીયા ઍ કર્યુ હતુ જેમા શાળા આચાર્ય શ્રી કાળુભાઈ જે શિયાળ  સહયોગ મળ્યો હતો

નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન દ્વારા લોક સેવાના અર્થે દવાખાનુ (નવ યુગ ક્લિનીક) ની મા મળતી સુવિધાઓ...

Image

વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

Image
                             (08-01-2023)           નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત તથા નવ યુગ કલીનીક ના સહયોગ થી તા :- 8-1- ને રવિવાર ના રોજ સવારે 10 થી 1 કલાકે  ફુલસર મુકામે  વિનામૂલ્યે મેડીકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ.આ કેમ્પમા પ્રાથમિક આરોગ્ય તપાસ  અને જરૂરિયાત મુજબ દવાઓ નિ:શુલ્ક આપવામા આવી હતી.આ કેમ્પમાં  ડો. પિયુષ ભાલિયા અને ડૉ. વિજય ગૉહીલ તથા ડૉ.વી.આર.ગોહીલ અને ડૉ.ચિરાગ પંચાળા તેમજ ડૉ.સુલ્તાન ચુડેસરા સેવાઆપી હતી       આ કેમ્પમા સંસ્થાના ઉપપ્રમુખ રાકેશભાઈ રાઠોડ,ટૃસ્ટી અશ્વિનભાઇ વરીયા,સંજયભાઈ રાઠોડ,રોહિત ભાઈ કણબી અને પ્રદીપભાઈ ગાળિયા  તથા રામકૃષ્ણ  વાંશિયા , નિલેષભાઈ ચૌહાણ તેમજ  સ્થાનિક આગેવાન ચેતનભાઈ મકવાણા સહિત ના સભ્યોએ સેવા બજાવી હતી