Posts

પગપાળા જતા પદયાત્રીઓ ની સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર લગાવવા સેવા કેમ્પ નું આયોજન કરાયું

Image
                          15-11-2023 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા હર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભાઈબીજ ના દિવસે(નારી ચોકડી મુકામે) ભાવનગર થી પગપાળા ચોટીલા જતા પદયાત્રીઓ સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર લગાવવાનું સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું (જેથી રાત્રિ દરમિયાન રસ્તા પર તથા અકસ્માત અમુક અંશે રોકી શકાય) આ સેવા કેમ્પ માં સંસ્થાના પ્રમુખ શશીભાઇ સરવૈયા તેમજ ટ્રસ્ટી અશ્વિનભાઈ વરિયા અને યુવા કાર્યકર કલ્પેશભાઈ ડાંગર અને હરેશભાઈ ગોહિલ સહિતના કાર્યકરો એ સેવા આપી હતી

સંસ્થા સાતમી વર્ષગાંઠ નિમિતે રક્તપિત્ત ના દર્દીઓ ને નાસ્તા વિતરણ

Image
                                                     15/9/2023 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા 15-સપ્ટેમ્બર 2023 ના રોજ સંસ્થા ના સાત મી વર્ષ ગાંઠ નિમિતે સંસ્થા દ્વારા  ( લેપ્રસી હોસ્પિટલ- ભાવનગર )ખાતે  રક્તપિત્ત થી પીડાતા દર્દીઓને સૂકા નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી  આ  કાર્યક્રમમાં સંસ્થાના ઉપ પ્રમુખ રાકેશભાઈ રાઠોડ તથા મંત્રી ગણેશભાઈ પરમાર અને ટ્રસ્ટી સંજયભાઈ રાઠોડ સહીતના કાર્યકરો જોડાયા હતા. સંસ્થાના સ્થાપક & પ્રમુખ  શ્રી શશિભાઈ સરવૈયા દ્વારા તમામ સભ્યો, તમામ હોદ્દેદારો, શુંભ ચિંતકો તેમજ તમામ દાતાશ્રીઓનો સંસ્થા ને તન, મન ધન થી સહયોગ આપવા બદલ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ( 27-8-23)

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા આયોજિત અને યુગ પોલી ક્લિનિક ના સહયોગ થી તા -27 ઓગસ્ટ ને રવિવાર ના રોજ સવારે ફુલસર મુકામે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં ડૉ. રોહિત ચાવડા, ડૉ. મિત્તલ મકવાણા અને ડૉ.. જેમીન ભટ્ટ સાહેબે સેવા આપી હતી. તથા આ કેમ્પ નું સંપૂર્ણ આયોજન  સંસ્થાના ટ્રસ્ટી રોહિતભાઇ કણબી કર્યું હતું. જેમાં કિશન પરમાર, રાજેશ પરમાર અને ચિરાગ સોલંકી એ જહેમત ઉઠાવીહતી.

વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

Image
(07-05-2023)  નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજીત અને નવ યુગ ક્લિનિક ના સહયોગ થી તા 7-5-23ને રવિવાર ના રોજ ફુલસર મુકામે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો જેમાં સંસ્થા ના ટ્રસ્ટી સંજયભાઈ રાઠોડ અને રોહિતભાઈ કણબી સહિત ના સભ્યો એ સેવા આપી હતી

બલિદાન દિવસ નિમિત્તે શહિદ-એ - આઝમ ને શ્રદ્ધાંજલિ

Image
                             (23-03-2023)  બલિદાન દિવસ નિમિત્તે શહિદ-એ - આઝમ ને શ્રદ્ધાંજલિ  નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા 23- માર્ચ બલિદાન દિવસ નિમિત્તે શહિદ - એ - આઝમ ભગતસિંહ, શહિદ સુખદેવ,શહિદ રાજગુરુ ને કુંભારવાડા સંસ્થાના કાર્યાલય  ખાતે સંસ્થા ના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.      ભારતમાતાના વીર સપૂતો  શત શત નમન....

વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ આયોજન કરાયુ

Image
(12-02-2023) 

પ્રજાસતાક દિવસ નિમીતે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

Image
                          (24-01-2023)  નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન દ્વારા તા:- 24-1-23 ના રોજ  તળાજા તાલુકાના તલ્લી ગામની પ્રા.શાળા ખાતે 26 મી જાન્યુઆરી ના વિષય પર નિબંધ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શાળા ના તેજસ્વી વિદ્યાર્થી ઓ ઍ સહજતાથી પોતાના વિચારો  વ્યક્ત કર્યા હતા જેમા 45 વિદ્યાર્થીઓઍ  ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.આ સ્પર્ધા નુ સંપૂર્ણ આયોજન સંસ્થાના તળાજા તાલુકાનાં  પ્રમુખ રામ કૃષ્ણ વાંસીયા ઍ કર્યુ હતુ જેમા શાળા આચાર્ય શ્રી કાળુભાઈ જે શિયાળ  સહયોગ મળ્યો હતો