Posts

પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે તો સંસ્થા વર્ષ ગાઢની ઉજવણીના ભાગરૂપે (લેપ્રસી હોસ્પિટલ) માં રક્તપિત્ત થી પીડાતા દર્દીઓ ને સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Image
 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન તા:- 15-9-21 ના રોજ  સંસ્થા ની સફળ સેવાકીય પ્રવૃત્તિઓના પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે તો સંસ્થા વર્ષ ગાઢની ઉજવણીના ભાગરૂપે (લેપ્રસી હોસ્પિટલ) માં રક્તપિત્ત થી પીડાતા દર્દીઓ ને સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો દ્વારા દર્દીઓને નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું (15-8-2021)

Image
   નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ ભાવનગર શહેરમાં નવ યુગ કાંતિ ફાઉન્ડેશન  દ્વારા ૭૫ માં  સ્વતંત્રતાદિવસ ની ઉજવણી ના ભાગ રૂપે  સંસ્થા ના કાર્યાલય થી કુંભારવાડા મુખ્ય માર્ગ પર તેમજ વિસ્તારમાં  સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી દરમિયાન સ્વચ્છતાના વિવિધ સ્લોગન અને ભારત માતા કી જય ના નારા સાથે સંસ્થાના સભ્યો ખૂબ જ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને એક આનંદ મય ની લાગણી વ્યક્ત કરી હતી

માનવ ગરિમા યોજનાના ફૉર્મ વિનામૂલ્યે (ફ્રી) માં ભરી આપવામાં આવ્યા હતા

Image
   નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન .ભાવનગર દ્વારા તા:- ૨૫-૭-૨૧ ને રવિવાર ના રોજ સવારે કુંભારવાડા સંસ્થાના કાર્યાલય ના સ્થળે ૯-૦૦ કલાકે થી સાંજના  ૫-૦૦ કલાક સુધી માનવ ગરિમા યોજનાના ફૉર્મ  વિનામૂલ્યે (ફ્રી) માં ભરી આપવામાં આવ્યા હતા .જેમાં જરૂરિયાત મંદ ભાઇ ઓ તથા બહેનોને એ લાભ લીધો હતો.આ સેવા કાર્ય માં સંસ્થા ના ઉપ પ્રમુખશ્રી રાકેશભાઈ રાઠોડ અને મંત્રી શ્રી ગણેશભાઈ પરમાર અને યુવાકાર્યકર  પ્રકાશભાઈ ચાંપાનેરી એ પ્રસંશનીય સેવા બજાવી હતી .

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર રાહત દરે ચોપડા 18-7-2021

Image
                                 18-7-21   નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર તથા સિહોર તાલુકા દ્વારા  રાહત દરે ચોપડા  વિતરણ કરવામાં આવ્યું હતું   

સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ખાતે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું 18-7

Image
   નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ખાતે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ તરીકે ચતુરભાઈ રાઠોડ નગરપાલિકા ઉપપ્રમુખ. ભરતભાઈ માસ્ટર શિહોર.ચેતનભાઈ રાઠોડ. જયદિપભાઈ વાઘેલા શિહોર.રામભાઈ મકવાણા. સંજયભાઈ રાઠોડ જેવા આગેવાનો એ હાજરી આપી હતી તેમજ સિહોર તાલુકા પ્રમુખશ્રી અશ્વિનભાઈ જાદવ અને યુવા કાર્યકર અજય ચૌહાણ, અલ્પેશ મેર,વિશાલ ભાઈ તેમજ દિલીપભાઈ સહીત ના કાર્યકરોએ ખૂબ જ સરાયનીય કામગીરી કરી હતી

ભાવનગર શહેરની નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર

Image
   ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર ભાવનગર શહેરની નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવી   સંસ્થાએ શરૂઆત થીજ વિનામૂલ્યે વિવિધ રોગો ના કેમ્પ,પ્રાથમિક શાળા માં વિવિધ ભાવનગર શહેર ના કુંભારવાળા વિસ્તારમાં સામાજિક, શેક્ષણિક અને આરોગ્ય લક્ષી તેમજ માત્ર માનવ સેવા ના હેતુથી 15 સપ્ટેમ્બર 2017 ના રોજ નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન નામની સંસ્થા સ્થાપના કરવામાં આવી હતી.    સંસ્થા એ શરૂઆત થી જ વિનામૂલ્યે વિવિધ રોગોના કેમ્પ,પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ, જન જાગૃતિ કાર્યક્રમ,સ્વચ્છતા અભિયાન,અને વૃક્ષા રોપણ જેવા લોકહિત અર્થેની પ્રવૃત્તિનો આરંભ કર્યો.     સંસ્થા દ્વારા છેલ્લા ચાર વર્ષ થી માંદગીથી પીડાતાં દર્દીઓ માટે ઓર્થોપેડિક સાધનો વિનામૂલ્યે (ડીપોઝીટ)થી વાપરવા આપે છે તેમજ દેશના મહાન ક્રાંતિકારી અને મહા પુરૂષોના જન્મ અને શહીદ દિવસે તેમની પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલી કાર્યક્રમો યોજવામાં આવે છે.       બાળકો અને યુવાનોને ઇનડોર અને આઉટડોર રમતોને પ્રોત્સાહન માટે વિવિધ ટુર્નામેન્ટનું ...

માસ્ક અને કાયદાનું પાલન કરનાર દરેક વાહન ચાલક ને ગુલાબનું ફૂલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું (તા:-12/06/2021)

Image
 આજ રોજ તા:-12/06/2021 ના રોજ જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન , નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન, સ્નેહ ફાઉન્ડેશન અને Equitas Trust ના સહયોગ થી Crona Covid -19 જાગૃતતા માટે  નિલમબાગ સર્કલ , ભાવનગર ખાતે  કોરોના વાયરસ  COVID - 19 ની માહિતી ભાવનગર ટ્રાફિક પોલીસ સ્ટેશન ના ( P.I ) શ્રી વી. એ. દેસાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠર જાહેર જનતાને......_  - માસ્ક પહેરવું,   - બે ગજની દુરી રાખવી ,   -  સેનીટાઇઝર વાપરવું ,   - સરકાર ના ટ્રાફિક નિયમોનું પાલન કરવું પોલીસ અને સરકાર ને સહયોગ કરો અને સરકાર નિયમ ના  માર્ગદર્શન ની માહિતી આપવામાં આવી. તથા માસ્ક અને કાયદાનું પાલન કરનાર  દરેક વાહન ચાલક ને  ગુલાબનું ફૂલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.....   જેમાં ભાવનગર ટ્રાફિક પોલીસ સ્ટેશન નાં *( PSI ) આર. જે. રહેવત સાહેબ તથા TRB જવાનો, નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના ( પ્રમુખ ) શ્રી શશીભાઈ સરવૈયા તથા તેમના કાર્યકરો, સ્નેહ ફાઉન્ડેશન ના ( પ્રમુખ ) શ્રી ગુરપ્રિત સિંહ ગીલ, જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન ના ( પ્રમુખ ) પંકજભાઈ પંચાલ ,  Equitas Trust ના મે...