Posts

Featured post

पुलवामा के शहीद जवानों को विनम्र श्रद्धांजलि

Image
                           14-02-2022 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા સંસ્થા ના કાર્યાલય ખાતે  14 ફેબ્રુઆરી  - 2019 ના રોજ પુલવામા (જમ્મુ - કાશ્મીર)  હુમલા માં CRPF ના શહિદ થયેલા જવાનો ને સંસ્થા ના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ  અર્પણ કરવામાં આવી હતી.

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર ખાતે શહીદ દિવસ નિમિતે શહીદ ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પ હાર પહેરાવી શહીદ ભગતસિંહ, શહીદ, સુખદેવ, શહીદ રાજ્યગુરુ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ભારતમાતા ના વીર શહીદ ક્રાન્તિકારી સપૂતો ને શત શત નમન.......

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

Image
                              14- 02- 2026 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન તળાજા તાલુકા દ્વારા તલ્લી ગામ ખાતે શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જે પુલવામા (જમ્મુ કાશ્મીર) ના આતંકી હુમલામાં  શહીદ થયેલા ભારતના વીર જવાનો ને શ્રધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના તળાજા તાલુકા પ્રમુખ રામકૃષ્ણ વાંશીયા અને હાર્દિકભાઈ વાંશીયા તેમજ નયનભાઈ વાંશીયા, અશ્વિનભાઈ વાંશીયા અને દિલીપભાઈ ગુજરિયા, જયેશભાઈ વાંશીયા, રાજેશભાઈ વાંશીયા થતા પંકજભાઈ વાંશીયા, મહેશભાઈ વાંશીયા, અમરશીભાઈ વાંશીયા , સંજયભાઈ બારૈયા સહિત ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. 0

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા જાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે રેડિયમ સ્ટીકર સેવા કેમ્પ

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન (ભાવનગર) દ્વારા સતત આંઠમાં વર્ષે ભાવનગર નારી ચોકડી મુકામે ભાવનગર થી પગપાળા ચોટીલા જતા તમામ જાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટે વિનામુલ્યે રેડિયમ સ્ટીકર લગાવવાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેડિયમ સ્ટીકર લગાવવાથી રાત્રિ દરમિયાન રસ્તા પર થતા અકસ્માત અમૂક અંશે ટાળી શકાય તેમ છે આ કેમ્પ દરમિયાન ભાવનગરના મેયરશ્રી ભરતભાઈ બારડ પણ પગપાળા જઈ રહ્યા હતા તેમને પણ રેડિયમ સ્ટીકર લગાવ્યા હતા.આ સંસ્થાના સેવા કેમ્પના સંચાલક રોહિતભાઈ કણબી, કલ્પેશભાઈ ડાંગર, અરુણભાઈ સોલંકી , બીપીનભાઇ સહિતના કાર્યકારોએ સેવા આપી હતી .

જન્મ દિવસની શુભકામનાઓ (સમર્થ યોગેશભાઈ કણબી)

Image
    નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને કાર્યાલય સંચાલક રોહિતભાઈ કણબીના ભત્રીજા સમર્થ યોગેશભાઈ કણબી (Samarth Kanbi) ના જન્મ દિવસ નિમિત્તે સંસ્થાને સેવાકિય પ્રવ્રુતિઓમાં ભેટ સ્વરૂપે (111 રૂપિયા) અનુદાન આપવા બદલ સંસ્થાના તમામ સભ્યો તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ...

જન્મ દિવસની શુભકામનાઓ (આરોહી શશીભાઈ સરવૈયા)

Image
🍫 Happy Birthday Arohi 🍫          નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના અધ્યક્ષ શશીભાઈ સરવૈયાની લાડકી દીકરી અને સંસ્થા ના મહામંત્રી ઋષિભાઈ સરવૈયા તોફાની ભત્રીજી આરોહી સરવૈયા (AROHI SARVAIYA) જન્મ દિવસ નિમિત્તે સંસ્થાને સેવાકિય પ્રવ્રુતિઓમાં ભેટ સ્વરૂપે (111 રૂપિયા) અનુદાન આપવા બદલ સંસ્થાના તમામ સભ્યો તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ...

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

Image
       નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા 14-સપ્ટેમ્બર 2025 ના રોજ સંસ્થાના નવમી વર્ષ ગાંઠ નિમિતે સંસ્થા દ્વારા ( લેપ્રસી હોસ્પિટલ- ભાવનગર )ખાતે રક્તપિત્ત થી પીડાતા દર્દીઓને સૂકા નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી        આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર થતા કિરણભાઈ ચૌહાણ અને મિલનભાઈ મકવાણા તેમજ રાહુલભાઈ કટુડીયા સહીતના કાર્યકરો જોડાયા હતા.        સંસ્થાના સહયોગી તમામ સભ્યો, તમામ હોદ્દેદારો, તમામ શુંભ ચિંતકો તેમજ તમામ દાતાશ્રીઓનો સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને તન, મન ધન થી સહયોગ આપવા બદલ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે