Posts

સંસ્થા દ્વારા ડૉ. શ્રી ને સન્માનિત કરવામાં આવ્યા

Image
શ્રી ડો. કેતન રાવલ સાહેબ               નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના શુંભ ચિંતક અને હંમેશા માનવ સેવા માં અગ્રતા આપતાં એક સામાજિક યોદ્ધા એવા શ્રી ડો. કેતન રાવલ સાહેબ ને  આપ શ્રી સંસ્થા દ્વારા આયોજીત સર્વ રોગ નિદાન કેમ્પ માં છેલ્લા બે વર્ષથી અવિરત સેવા આપેલ અને ભવિષ્યમાં પણ સંસ્થા ને આપનું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તેમજ આપનો અમૂલ્ય સમય અને આશ્વાસન આપેલ.          આપ જેવા સેવાભાવી વ્યક્તિ નું આભાર પ્રગટ કરતા અમે હર્ષ ની લાગણી અનુભવીએ છીએ.

( 6-1-2022) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન મહુવા તાલુકા દ્વારા માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સબંધિત માહિતી સેમિનાર યોજાયો હતો ( 6-1-2022)

Image
નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન મહુવાના પ્રમુખ અને માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળના પ્રતિનિધિ દ્વારા સ્પાર્કલ એજ્યુકેશન દ્વારા માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળનો સેમીનાર યોજાયો. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા સ્પાર્કલ એજ્યુકેશના સંચાલક ચોટીયા સાજણભાઈ દ્વારા  આયોજિત માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળનો સેમીનાર યોજાયો હતો જેમાં માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ વડોદરાના પ્રમુખશ્રી વિજયસિંહ બારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ સંબંધિત સંપુર્ણ માહિતી પુરી પાડવામાં આવી હતી જેમાં ગ્રાહકોને જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભેળસેળ, પેટ્રોલમાં ભેળસેળ, બનાવટી અને સબ સ્ટાન્ડર્ડ દવાઓ, ડુપ્લીકેટ હલકી કક્ષાની ચીજ વસ્તુઓના વેચાણ વિરુદ્ધ, તોલમાપમાં છેતરપિંડી, રાંધણ ગેસ સિલિન્ડરમાં અપુરતા ઓછા જથ્થા બાબતે, સંગ્રહાખોરી અને અનફેર ટ્રેડ ગ્રેકટીસ વિગેરે બાબતે સ્પાર્કલ એજ્યુકેશના વિધાર્થીઓને ગ્રાહક જાગૃતિ વિશે સંપુર્ણ માહિતી માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળના પ્રતિનિધિ રમેશ જીંજુવાડીયા મોટા ખુંટવડા વાળા દ્રારા આપવામાં આવી હતી. ...

વિનામૂલ્યે ઈ - શ્રમ કાર્ડ ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા

Image
🇮🇳Nav yug kranti foundation 🇮🇳                 (કેમ્પ નં :-7)  નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. દ્વારા આયોજીત તા :-2-1-22 ને રવિવાર ના રોજ કુંભારવાડા નારી રોડ  (ભાવનગર) ખાતે વિનામૂલ્યે  ઈ-શ્રમ કાર્ડ ના ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદ શ્રમિક લોકોએ લાભ લીધો હતો.      આ કાર્યક્રમમાં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના શશિભાઈ સરવૈયા અને યુવા કાર્યકર પ્રકાશભાઈ ચાંપાનેરી તેમજ  સ્થાનિક આગેવાન રાહુલભાઈ ચૌહાણ સેવા આપી હતી

વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ અને ઈ- શ્રમ કાર્ડ ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા. (કેમ્પ નં :-6)

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર અને દિવ્યાંગ સારથિ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે niઆયોજીત તા :-26-12-21 ને રવિવાર ના રોજ હાદાનગર, (ભાવનગર) ખાતે વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદ શ્રમિક લોકોએ લાભ લીધો હતો.      આ કાર્યક્રમમાં દિવ્યાંગ સારથિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપ ભાઇ મગરોલા, ભાવનાબેન આચાર્ય અને (સી. એસ. સી. સેન્ટર) રાજેશભાઈ મોણપરા અને નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના શશિભાઈ સરવૈયા અને યુવા કાર્યકર પ્રકાશભાઈ ચાંપાનેરી સેવા આપી હતી

વિનામૂલ્યે ઈ- શ્રમ કાર્ડ ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા

Image
🇮🇳 Nav yug kranti foundation 🇮🇳                (કેમ્પ નં 5) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન .સિહોર તાલુકા દ્વારા તા:- 19-12-21 ને રવિવાર ના રોજ નવાગામ (ચિરોડા) ખાતે  (ઈ- શ્રમ કાર્ડ) ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે (ફ્રી) માં ભરી આપવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદ શ્રમિક લોકોએ લાભ લીધો હતો.      આ કેમ્પ માં સિહોર તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ જાદવ અને યુવા કાર્યકર અલ્પેશભાઈ મેર તથા નવા ગામ (ચીરોડા)ના સરપંચ શ્રી પરેશભાઈ મેર સહિત તમામ સભ્યો એ ઉમદા સેવા આપી હતી

રમત- ગમત ક્ષેત્રે ના વિજેતા નું સન્માન

Image
                         12-12-2021               રમત-ગમત ક્ષેત્રે માં પણ ભાવનગર નું ગૌરવ કહી શકાય તેવી સિદ્ધિ જે ઉમેશ બારૈયા એ મેળવી છે.          જે નેપાળ ખાતે યોજાયેલા ઈન્ટર નેશનલ રોલર સ્કેટિંગ કોમ્પિટિશન 2021 માં  બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભાવનગરનું ગૌરવ વધારેલ છે.         ઉમેશ બારૈયા ને નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા મોમેન્ટ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું.

ઈ- શ્રમ કાર્ડ ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવામાં આવ્યા

Image
                             12-12-2021                              ( કેમ્પ નં :-4)           નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન .સિહોર તાલુકા દ્વારા તા:- 12-12-21 ને રવિવાર ના રોજ રામનગર (સિહોર) ખાતે  (ઈ- શ્રમ કાર્ડ) ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે (ફ્રી) માં ભરી આપવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદ શ્રમિક લોકોએ લાભ લીધો હતો.      આ કેમ્પ માં સિહોર તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ જાદવ અને અલ્પેશભાઈ મેર તથા પંકજભાઈ  પરમાર, બિપીનભાઈ પરમાર, હિરેનભાઈ  જાદવ, બ્રિજેશ ગીરી, અજયભાઈ ચૌહાણ સહિત ના કાર્યકરોએ સેવા આપી હતી