૧૮- ૫- ૨૦૨૫ વિતરણ સ્થળ - નં ૧ - (સંસ્થા ના કાર્યાલય) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા આજ રોજ કુંભારવાડા ,ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા મળી રહે તેવા હેતુથી સંસ્થા દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર રોહિતભાઈ કણબી તથા સંજયભાઈ રાઠોડ, ૠષિભાઈ સરવૈયા અને નિલેશભાઈ ચૌહાણ, અલ્પેશભાઈ ખૈર જયેન્દ્રસિંહ જાડેજા , ભાવિકભાઈ ખીમસુરીયા, બચુભાઈ ભડિયાદ્રા, રાહુલભાઈ તેમજ મિલનભાઇ મકવાણા અને રાહુલ કટુડીયા તેમજ નિલેશભાઈ રાઠોડ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી તે બદલ તમામ કાર્યકરોનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે ...